FD Rates: શું તમે પણ 7 દિવસની FD પર વધુમાં વધુ વ્યાજ મેળવવા માંગો છો? ઘણી વખત લોકો માત્ર થોડા દિવસોની એફડી પર વધુ વ્યાજ મેળવવા માંગે છે, પરંતુ આવું થતું નથી કારણ કે મોટાભાગની બેન્કો 90 દિવસની એફડી પર સમાન વ્યાજ આપે છે. પરંતુ તાજેતરમાં બેન્ક ઓફ બરોડાએ 7 દિવસથી લઈને એક વર્ષ સુધીની FD પરના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. એક તરફ SBI અને PNB જેવી મોટી સરકારી બેન્કો સામાન્ય લોકોને 7 થી 14 દિવસની FD પર 3.50 ટકા વ્યાજ આપી રહી છે. તે જ સમયે, BOB સામાન્ય લોકોને સાતથી 14 દિવસની FD પર 4.25 ટકા વ્યાજ ઓફર કરી રહ્યું છે. બેન્ક વરિષ્ઠ નાગરિકોને 4.75 ટકા વ્યાજ આપી રહી છે. બેન્ક ઓફ બરોડા અન્ય બેન્કોની સરખામણીમાં 90 દિવસ સુધીની FD પર વધુ વ્યાજ ઓફર કરે છે. જો તમે પણ ટૂંકા ગાળાની FD પર વધુ વ્યાજ મેળવવા માંગો છો, તો તમે BOB FDમાં રોકાણ કરી શકો છો. અહીં BOB, SBI અને PNBની એક વર્ષની FD પરના વ્યાજની સરખામણી કરવામાં આવી છે.