Success Story: બિહારના ગયાના બોધ ગયાનો રહેવાસી શ્રીનિવાસ શાળામાં અભ્યાસ કરતી વખતે એથ્લેટિક્સ ખેલાડી બનવા માંગતો હતો. શાળા સમય થી કોલેજ સમય સુધી શ્રીનિવાસે ઘણી એથ્લેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. આમાંની ઘણી સ્પર્ધાઓ રાજ્ય કક્ષાની હતી. રાષ્ટ્રીય સ્તરની ઘણી સ્પર્ધાઓમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત તે આંતરરાષ્ટ્રીય એથ્લેટિક્સ સ્પર્ધા માટે ઝારખંડના જમશેદપુરમાં તાલીમ લઈ રહ્યો હતો.