31 ડિસેમ્બરથી ઘણા લોકો પોતાના યૂપીઆઈ ઉપયોગ નહીં કરી શકે. નેશનલ પેમેંટ્સ કૉરપોરેશન ઑફ ઈંડિયા (NPCI) એ બેંક અને PhonePe અને Google Pay જેવી થર્ડ પાર્ટી એપ્સને યૂપીઆઈ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. જો કે, આ અંગે દરેકે ગભરાવાની જરૂર નથી. એવા યુપીઆઈ ને બંધ કરવાની સૂચના આપવામાં આવી છે કે જેમાંથી છેલ્લા એક વર્ષમાં કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી. એનપીસીઆઈ એ યુઝર્સને યુપીઆઈ બંધ કરતા પહેલા ઈમેલ અથવા મેસેજ દ્વારા નોટિફિકેશન મોકલવા પણ કહ્યું છે.