ગઈ કાલે એટલે કે ગુરુવારે મોંઘવારી (Inflation)ના મોર્ચા મોટો ઝટકો લાગ્યો હતો. સવારે જ દિલ્હી અને એનસીઆરમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNGની કિંમતમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને આ વધારા બાદ રાજધાની દિલ્હીમાં સીએનજીની કિંમત 74.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધીને 75.59 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. અન્ય નોઈડા-ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ સહિત અન્ય શહેરોમાં પણ કિંમતોમાં આ દરથી વધારો કરવામાં આવ્યો છે.