Demat Account Nominee Add Deadline: સેબીએ શેરબજારમાં કામ કરતા લોકોના ડીમેટ એકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટમાં નોમિની ઉમેરવા માટે 31મી ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો આ તારીખ સુધીમાં નોમિનીને લોકોના એકાઉન્ટમાં ઉમેરવામાં ન આવે તો, તેમના એકાઉન્ટઓ ફ્રીઝ થઈ શકે છે. મતલબ ખાતું ખુલ્લું રહેશે, પરંતુ તમે તેમાં કોઈ વ્યવહાર કરી શકશો નહીં. તમને જણાવી દઈએ કે અગાઉ નોમિની એડ કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, જેને ત્રણ મહિના માટે લંબાવવામાં આવી છે.