રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ પેટીએમ પેમેન્ટ બેન્ક (Paytm Payments Bank) પર પ્રતિબંધ લગાવી દીધો હતો, ત્યારબાદ paytmની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે છેલ્લા 24 કલાકમાં પેટીએમને ત્રણ મોટા ઝટકા લાગ્યા છે. EPFOએ પેટીએમ પેમેન્ટ બેન્કમાં ક્રેડિટ કરવા અને ક્લેમ સેટલમેન્ટ પર રોક લગાવી દીધી છે. જ્યારે, આજે પેટીએમના શેર (Paytm Share Price)માં જોરદાર ઘટાડો પમ જોવા મળ્યો છે,જ્યારે ગઈ કાલ પેટીએમની ઈન્ડિપેન્ડેન્ટ ડિરેક્ટર મંજુ અગ્રવાલે રાજીનામું આપ્યું હતું.