આજકાલ ડિજિટલ દુનિયા તેજીમાં આવી છે. ઘરે બેઠા એક ક્લિક પર જ બધા કામ થઈ શકે છે. હાલ બહુ જ ઓછા લોકો છે જે રોકડનો ઉપયોગ કરી રહ્યા છે. મોબાઈલ ઉઠાવ્યો અને રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. તેના માટે ઓનલાઈન પેમેન્ટનો વિસ્તાર વધતો જઈ રહ્યો છે. ભારતમાં ગૂગલ પે UPI પેમેન્ટ માટે ઉપયોગ થતા જાણીતા એપમાંથી એક છે. તે યૂઝર્સને દરેક ટ્રાન્ઝેક્શન માટે રિવોર્ડ પણ આપે છે. આ ટ્રાન્ઝેક્શનનો રિપોર્ટ પણ એપમાં જ હોય છે. ગૂગલ પેમાં પણ અન્ય એપની જેમ ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ઉપલબ્ધ હોય છે. જેનાથી યૂઝર્સ તે જોઈ શકે છે કે, કયાં-ક્યાં પેમેન્ટ કરવામાં આવ્યું છે.