Aadhaar Card: દેશના દરેક નાગરિક માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેનાથી લોકોનું જીવન સરળ બન્યું છે. સરકારી કામકાજ અને બેન્કોના કામકાજ માટે તે એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ્સ બની ગયું છે. આના વિના ઘણા કાર્યો અધૂરા રહી જાય છે. તેથી, આધાર કાર્ડને હંમેશા અપડેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારું સરનામું બદલાઈ ગયું છે. ફોન નંબર બદલાઈ ગયો છે. આવી સ્થિતિમાં હંમેશા તમારું આધાર કાર્ડ અપડેટ કરો. આધારમાં કોઈપણ પ્રકારની ખોટી માહિતી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો તમે આધાર કાર્ડમાં તમારું સરનામું અપડેટ કરવા માંગો છો, તો તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો.