યુવાનોમાં એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેઓ તેમના લગ્નનો ખર્ચ ઉઠાવવા માંગે છે. સામાન્ય રીતે બાળકોના લગ્નની જવાબદારી તેમના માતા-પિતાની હોય છે. ઘણા વાલીઓ આ માટે બચત પણ કરે છે. સંતાનો પોતાના લગ્નનો ખર્ચ પોતે ઉઠાવે એ સારી વાત છે. પરંતુ, આ માટે લોન લેવી યોગ્ય નથી. આ સંબંધમાં રસપ્રદ માહિતી IndiLends Wedding Spends Report 2.0 માંથી પ્રાપ્ત થઈ છે. આ રિપોર્ટ દર્શાવે છે કે 41 ટકા યુવાનો જેમણે લગ્નનો ખર્ચ પોતે ઉઠાવવાનું આયોજન કર્યું છે તેઓ આ માટે પોતાની બચતનો ઉપયોગ કરવા માગે છે. 26 ટકા આ માટે પર્સનલ લોન લેવા માંગે છે. બાકીના 33 ટકા લોકોએ હજુ સુધી આ અંગે નિર્ણય લીધો નથી. જેમણે લોન લેવાની યોજના બનાવી છે તેમાંથી 68 ટકા લોકો 1 લાખથી 5 લાખ રૂપિયાની લોન લેવા માંગે છે. આ સર્વે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બર વચ્ચે કરવામાં આવ્યો હતો. જેમાં 1,200 યુવાનોએ ભાગ લીધો હતો.