Get App

મની મેનેજર: 2024 માટે કયા મ્યુચ્યુઅલ ફંડમાં કરશો રોકાણ, કઈ રીતે કરશો ફંડની પસંદગી

આગળ જાણકારી લઈશું રૂપી વિથ ઋષભ, ઇન્વેસ્ટમેન્ટ, ઋષભ દેસાઇ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 08, 2024 પર 6:42 PM
મની મેનેજર: 2024 માટે કયા મ્યુચ્યુઅલ ફંડમાં કરશો રોકાણ, કઈ રીતે કરશો ફંડની પસંદગીમની મેનેજર: 2024 માટે કયા મ્યુચ્યુઅલ ફંડમાં કરશો રોકાણ, કઈ રીતે કરશો ફંડની પસંદગી

મની મેનેજર એટલે તમારા નાણાંનાં ચોક્કસ આયોજન માટે અપાતુ માર્ગદર્શન. આપ સૌનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું 2023નાં ટોપ અને બોટમ ફંડ, 2024 માટે ફંડની પસંદગી, કેવી રાખશો રોકાણની સ્ટ્રેટેજી.

મની મેનેજરમાં આપણે 2023ની સમીક્ષા અને 2024ની જુદા જુદા નિષ્ણાતો સાથે વાત કરી અને આજે આપણે જાણીશું કે વિતેલા વર્ષમાં ક્યા MF રિટર્નના મામલામાં હતા ટોપ પર અને કયા બોટમ પર. તમારા પોર્ટફોલિયોમાં મેક્સિમમ ટોપ પરફોર્મર ફંડ હોય એવુ ફંડ સિલેક્શન કઇ રીતે કરશો. આગળ જાણકારી લઈશું રૂપી વિથ ઋષભ ઇન્વેસ્ટમેન્ટના ઋષભ દેસાઇ પાસેથી.

2023નું વર્ષ ઇક્વિટી માટે ઘણુ સારૂ રહ્યું છે. પીએસયૂ, પાવર અને ઇન્ફ્રા ફંડે સારા રિટર્ન આપ્યાં છે. રોકાણકારે ફંડના શોર્ટ-ટર્મ પરફોર્મન્સ જોઇ ફંડ પસંદગી ન કરવી જોઇએ. ટોપ અને બોટમ પરફોર્મર બદલાતા રહે છે. રોકાણકારે સતત સારૂ પરફોર્મન્સ આપતા ફંડ પસંદ કરવા જોઇએ. ફંડનું મેનેજમેન્ટ અને મેનેજર જોઇ ફંડની પસંદગી કરો છો.

2024નું વર્ષ ધીરજ રાખવાનું વર્ષ રહેશે. 2024માં મોડરેટ રિટર્નની આશા રાખો છે. અસેટએલોકેશન જાળવી રાખો છો. લાર્જકેપ, ગ્રોથ સ્ટાઇલ, ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ સારા રિટર્ન આપી શકે છે. વ્યાજદરમાં કાપ થશે તો ડેટ ફંડ પર પોઝીટીવ અસર થશે. તમારા અસેટ એલોકેશનને જાળવી રાખો છો. તમારા રોકાણ ધીરજ સાથે સતત ચાલુ રાખો છો. મોડરેટ રિટર્ન્સ માટેની આશા રાખો છો.

બધા સમાચાર

+ વધુુ વાંચો