સામાન્ય માણસ સાથે જોડાયેલા મોટા સમાચાર આવ્યા છે. KYCના નવા નિયમો જલ્દી આવી શકે છે. ખરેખર FSDC એટલે કે નાણાકીય સ્થિરતા અને વિકાસ પરિષદની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકમાં યૂનિફૉર્મ KYC નિયમો, KYC રેકોર્ડની ભલામણ કરવામાં આવી છે. કેવાયસીને સરળ અને ડિજિટલ બનાવવા પર ભાર મૂકવાની તૈયારી છે. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 28મી FSDCની બેઠક યોજાઈ હતી.