Paytm Fastag: Paytm ફાસ્ટેગને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અસર 2 કરોડ યૂઝર્સને થશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા ફાસ્ટેગ યુઝર્સ માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. NHAI એ માત્ર 32 બેન્કોને ફાસ્ટેગ ખરીદવાની અપીલ કરી છે. આમાં Paytm પેમેન્ટ્સ બેન્કનું નામ સામેલ નથી. Paytm FASTag યુઝર્સએ હવે એક નવું FASTag ખરીદવું પડશે, કારણ કે Paytm પેમેન્ટ્સ બેન્ક હવે FASTag સુવિધા પ્રોવાઇડ નહીં કરી શકે.