આધાર કાર્ડ (Aadhar Card)એ ભારતીયો માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના ઘણા સરકારી અને પ્રાઈવેટ કામ પૂરા નથી થઈ શકે. જ્યારે જો આધાર કાર્ડમાં કોઈ જૂની જાણકારી છે અને તેને અપડેટ નથી કરવામાં આવી, તો પણ તમારું કામ અટકી શકે છે. આ સિવાય જો આધારને નવીનતમ જાણકારીની સાથે અપડેટ નહીં કરવા પર છેતરપિંડી (Fraud)ની પણ સંભાવના પણ વધી શકે છે. તેને જોતા કેન્દ્ર સરકાર (central Government)એ 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવા માટે કહ્યું હતું. UIDAIની તરફથી આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી રહી છે. જો તમારે પણ 10 વર્ષ જુના આધાર (old Aadhaar Card) છે તો તમને આ કામ તરત કરવું જોઈએ.