Get App

પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ માટે 2023ની સમીક્ષા, ઈન્ફ્રાના ગ્રોથની રિયલ એસ્ટેટ પર અસર

આગળ જાણકારી લઈશું Naredcoના ચેરમેન અને હિરાનંદાણી ગ્રુપના મેનેજીગ ડિરેક્ટર, નિરંજન હિરાનંદાણી અને ક્રિડાઇ નેશનલ પ્રેસિડન્શન તથા રૂસ્તમજી ગ્રુપના મેનેજીગ ડિરેકટર બોમન ઇરાની પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 30, 2023 પર 5:34 PM
પ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ માટે 2023ની સમીક્ષા, ઈન્ફ્રાના ગ્રોથની રિયલ એસ્ટેટ પર અસરપ્રોપર્ટી ગુરૂ: પ્રોપર્ટી માર્કેટ માટે 2023ની સમીક્ષા, ઈન્ફ્રાના ગ્રોથની રિયલ એસ્ટેટ પર અસર

Naredcoના ચેરમેન અને હિરાનંદાણી ગ્રુપના મેનેજીગ ડિરેક્ટર, નિરંજન હિરાનંદાણીના મતે -

2023 રિયલ એસ્ટેટ માટે સારૂ વર્ષ રહ્યું છે. ભારતનો જીડીપી ગ્રોથ 2023માં સારો રહ્યોં છે. 2023માં જીઓ પોલિટિકલ ટેન્શન ચાલતા રહ્યાં છે. અફોર્ડેબલ હાઉસિંગનો ગ્રોથ અપેક્ષા મુજબ નથી રહ્યો. મિડહાઉસિંગ અને લકઝરી હાઉસિંગમાં ગ્રોથ રહ્યોં છે. 2024માં નવી મુંબઇ એર્પોર્ટ ઓપનિંગ થઈ રહી છે. પહેલા રિયલ એસ્ટેટનો ગ્રોથ માત્ર આઈટી સાથે સંકળાયેલો હતો.

રિયલ એસ્ટેટમાં હવે બેન્કિંગ, ઇન્શ્યોરન્સ વગેરે પણ ખરીદી કરી રહી છે. રિયલ એસ્ટેટ પર હવે IT સિવાય દરેક સેક્ટરની અસર થઇ રહી છે. ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટને કારણે રિયલ એસ્ટેટનો ગ્રોથ વધ્યો છે. મેટ્રો, નવા એરપોર્ટ, હાઇવે બનવાથી રિયલ એસ્ટેટને સપોર્ટ મળી રહ્યોં છે. મુંબઇમાં પ્રોપર્ટીના ખર્ચ પર ટેક્સ અને અન્ય સરકારી ખર્ચ થાય છે.

મુંબઇ શહેરમાં અફોર્ડેબલ હાઉસિંગની શક્યતા ઘણી ઓછી રહી છે. 2024માં પ્રોપર્ટીની કિંમતો વધશે. કોવિડ બાદ હવે લોકો સારા અને મોટા ઘર ઇચ્છે છે. હોમલોન હવે સરળતાથી મળી રહી છે જેનાથી ઘર ખરીદી વધી છે. હિરાનંદાણી ગ્રુપ હવે સર્વિસ મોડ્યુલમાં આવી રહ્યાં છે. કંશ્ટ્રકશન, માર્કેટિંગ અને સેલ્સની સેવાઓ કન્સ્ટ્રક્શન અપાશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો