Get App

પ્રોપર્ટી ગુરુ: અટલ સેતુથી નવીમુંબઈના માર્કેટને મળશે લાભ

આગળ પ્રોપર્ટી માર્કેટ પર જાણકારી લઈશું ટુડે ગ્લોબલ ડેવલપર્સના જોઇન્ટ એમડી, ભાવેશ શાહ પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 20, 2024 પર 11:39 AM
પ્રોપર્ટી ગુરુ: અટલ સેતુથી નવીમુંબઈના માર્કેટને મળશે લાભપ્રોપર્ટી ગુરુ: અટલ સેતુથી નવીમુંબઈના માર્કેટને મળશે લાભ

ટુડે ગ્લોબલ ડેવલપર્સના જોઇન્ટ એમડી, ભાવેશ શાહના મતે -

21.8 કિમી લાંબો દરિયા પર બનેલો સી-બ્રીજ છે. મુંબઇથી નવી મુંબઇ 15 થી 20 મીનિટમાં પહોંચી શકાશે. નવી મુંબઇમાં નવુ એરપોર્ટ પણ આવી રહ્યું છે. નવી મુંબઇની પ્રોપર્ટી માર્કેટને કનેક્ટિવિટી વધવાનો મોટો લાભ મળશે. નવી મુંબઇમાં તબક્કાવાર કિંમતો વધતી દેખાશે. અટલ સેતુની નજીકના વિસ્તારમાં કિંમતો જલ્દી વધશે. નવી મુંબઇમાં સરેરાશ 20 થી 40 ટકા પ્રોપર્ટીની કિંમતો વધી શકે છે.

નવીમુંબઇ પ્લાન કરાયેલુ શહેર છે. સોશિયલ ઇન્ફ્રા અને કનેક્ટવિટી તૈયાર છે. સ્કુલ, હોસ્પિટલ, રિ-ક્રિએશન એરિયા નવીમુંબઇમાં છે. નવીમુંબઇ ભારતનુ એક સ્વચ્છ શહેર છે. નવી મુંબઇમાં ઘરોની કિંમત 40 લાખ રૂપિયાથી શરૂ કરી છે. લાંબાગાળા માટે પનવેલમાં રોકાણ કરી શકાય છે. પનવેલની પ્રોપર્ટીની કિંમતોમાં 18 થી 20 ટકાનો ઉછાળો શક્ય છે. નવી મુંબઇનો અત્યાર સુધીનો ગ્રોથ રહ્યો છે.

નવી મુંબઇ જેવુ શહેર બનાવવાનો વિચાર 1960ના દશકનો છે. 1971માં સિડકોની સ્થાપના કરવામાં આવી હતી. 2000થી નવી મુંબઇની ગ્રોથ સ્ટોરી શરૂ થઇ છે. 2000 થી 2024માં નવી મુંબઇ ઘણુ વિકસ્યું છે. શહેરમાં કમર્શિયલ ફ્રન્ટ પર વિકાસ જરૂરી છે. BKC-2 ખાર ઘર પાસે પ્લાન થઇ રહ્યું છે. નવી મુંબઇમાં રોજગારની તકો ઘણી વધશે. એરપોર્ટ આવવાથી ઘણા રોજગાર ઉપલબ્ધ થશે. આ તમામ લોકો પનવેલમાં રહેવાનું પસંદ કરશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો