Get App

પ્રોપર્ટી ગુરુ: કેવું રહ્યું વર્ષ 2023 ગુજરાતનાં રિયલ એસ્ટેટ માટે?

આગળ કેવી પ્રોપર્ટી ખરીદી જોઈએ તેના જાણકારી લઈશું કુશ્મન & વેકફીલ્ડના ડિરેક્ટર & હેડ ઓફ ટ્રાન્ઝેક્શન, જીગર મોતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Jan 06, 2024 પર 6:03 PM
પ્રોપર્ટી ગુરુ: કેવું રહ્યું વર્ષ 2023 ગુજરાતનાં રિયલ એસ્ટેટ માટે?પ્રોપર્ટી ગુરુ: કેવું રહ્યું વર્ષ 2023 ગુજરાતનાં રિયલ એસ્ટેટ માટે?

રિયલ એસ્ટેટ માટે વર્ષ 2023 માટે સારૂ રહ્યું છે. ભારતના દરેક શહેરમાં ડિમાન્ડ, સપ્લાય અને વેચાણ સારા રહ્યાં છે. અમદાવાદમાં 15લાખ SqFtથી વધુ કમર્શિયલ લિઝિગ થયુ છે. રિટેલમાં 6 થી 7 લાખ SqFtથી વધુ લિઝિંગ થયુ છે. ઇન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટમાં પણ સારી માગ રહી છે. દહેજમાં ઇન્ડસ્ટ્રીયલ સેગ્મેન્ટનો સારો દેખાવ રહ્યો છે. ગિફ્ટ સિટી, ધોલેરા, દહેજમાં સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે.

2024નું વર્ષ ગુજરાત રિયલ એસ્ટેટ માટે ઘણુ સારૂ રહી શકે છે. કમર્શિયલ રિયલ એસ્ટેટમાં સપ્લાયની થોડી ચેલેન્જ બની શકે છે. ગ્રેડ A લેવલનો ઓફિસ સપ્લાય ઘણો ઓછો છે. ભારતથી તેમજ MNCથી રિયલ એસ્ટેટની માગ સારી રહેશે. રિટેલમાં 2024માં સારૂ ટ્રેકશન આવી શકે છે. ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટને પણ ઘણો વેગ મળી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાતથી ઇન્ડસ્ટ્રીયલ રિયલ એસ્ટેટને વેગ મળશે.

રિયલ એસ્ટેટમાં ડિમાન્ડ રોબસ્ટ છે. કમર્શિયલમાં ગ્રેડ A સપ્લાયની કમી દેખાઇ રહી છે. અમદાવાદમાં કમર્શિયલ પ્રોપર્ટીની કિંમતો સારી વધશે. કમર્શિયલના રેન્ટમાં પણ વધારો થતો દેખાશે. રેસિડન્શિયલમાં અફોર્ડેબલ સેગ્મેન્ટમાં પોઝની સ્થિતી છે. મિડ અને હાઇએન્ડ ઘરોમાં સપ્લાય ડિમાન્ડ મેચ થઇ રહી છે. કમર્શિયલમાં સારો ગ્રોથ 2024માં દેખાશે. કમર્શિયલ પ્રોપર્ટીની સપ્લાય ઓછી હોવાનો લાભ થશે.

રેસિડન્શિયલમાં સારા લોકેશન પર સારા પ્રોજેક્ટમાં સારૂ ટ્રેકશન આવશે. અમદાવાદમાં દરેક દિશામાં લેન્ડની સપ્લાય સારી છે. અમદાવાદનુ ઇન્ફ્રાનું ડેવલપમેન્ટ ખૂબ સારૂ છે. અમદાવાદ અને ગુજરાતનો ગ્રોથ ખૂબ સારો રહ્યો છે. અમદાવાદમાં 8500 થી 12000/SqFtની કિંમતમાં હાઇએન્ડ પ્રોપર્ટી મળી રહી છે. અમદાવાદ અન્ય શહેરોની સરખામણીમાં સસ્તુ શહેર છે. અમદાવાદ અને ગુજરાતના રિયલ એસ્ટેટના રોકાણ સારા રિટર્ન આપશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો