Get App

પ્રોપર્ટી ગુરુ: MITRA કઈ રીતે કરશે રિયલ એસ્ટેટને સપોર્ટ?

આગળા જાણકારી લઈશું CREDAI-MCHI ના પ્રેસિડન્ટ ઇલેક્ટ અને આશર ગ્રુપનાં ચેરમેન અને મેનેજીગ ડિરેક્ટરના વાઇસ ચેરમેન, અજય આશર પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Dec 08, 2023 પર 6:44 PM
પ્રોપર્ટી ગુરુ: MITRA કઈ રીતે કરશે રિયલ એસ્ટેટને સપોર્ટ?પ્રોપર્ટી ગુરુ: MITRA કઈ રીતે કરશે રિયલ એસ્ટેટને સપોર્ટ?

CREDAI-MCHI ના પ્રેસિડન્ટ ઇલેક્ટ અને આશર ગ્રુપના ચેરમેન અને મેનેજીગ ડિરેક્ટરના વાઇસ ચેરમેન, અજય આશરના મતે -

MITRAનો ફોકસ 1 ટ્રિલિયનની ઇકોનોમી છે. 2027 થી 2028 સુધી 1 ટ્રિલિયનની ઇકોનોમી બની શકે છે. અર્થતંત્રના ગ્રોથમાં રિયલ એસ્ટેટનો ફાળો ઘણો મોટો છે. MITRAનો ઘણો ફોકસ રિયલ એસ્ટેટ પર રહેશે. મહારાષ્ટ્રમાં નવુ ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરાશે. મહારાષ્ટ્રમાં નવા રોડ, રેલ્વે લાઇન આવશે.

CREDAI સરકારની સાથે મળી પોલિસી મેકિંગમાં મદદ કરે છે. CRDAIની રજૂઆતથી સરકારે ભૂતકાળમાં ઘણી રાહતો આપી છે. કોવિડ બાદ પ્રીમિયમ ઘટાડો અને સ્ટેમ્પડ્યુટીમાં ઘટાડાથી મોટુ બુસ્ટ મળ્યું છે. યુનિફાઇડ DCR માટે પણ CREDAIનો મોટો રોલ રહ્યોં છે. ફાયર ફાઇટિંગની નોર્મસ પણ CREDAIની રજૂઆતથી બદલાય છે.

CREDAI મુંબઇ માટે પ્રીમિયમ ઘટાડવાની રજૂઆત કરી રહી છે. CREDAI ગ્રીન કંશ્ટ્રક્શન પર ભાર મૂકી રહી છે. રિયલ એસ્ટેટ નવુ ભારત બનાવવામાં ફાળો આપશે. દિલ્હી કરતા મુંબઇના પ્રીમિયમ 32 ટકા મોંઘુ છે. દિલ્હી, બેંગલોર, ગુજરાત કરતા મુંબઇ મોંઘુ શહેર છે. આ દરેક શહેરોમાં પ્રીમિયમ મુંબઇ કરતા ઓછુ છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો