ભારતમાં લાંબા સમયથી ફિક્સ્ડ ડિપોઝિટ્સ (એફડી) એ નાણાંકીય આયોજન મહત્ત્વનું તત્ત્વ રહ્યું છે. હવે, દેશની અગ્રણી નાણાંકીય સંસ્થા બજાજ ફાયનાન્સ તેની નવી લોન્ચ થયેલી - ‘ડિજીટલ ફિક્સ્ડ ડિપોઝિટ’ થકી સમયની કસોટીમાં પાર ઊતરેલી રણનીતિઓને નવતર પહેલ સાથે સાંકળે છે. આ ઓનલાઈન રોકાણનો ઉકેલ રોકાણકારોને સુવિધા, પારદશીર્તા અને વ્યક્તિગત વિકલ્પો પૂરા પાડવાની સાથે-સાથે ફિક્સ્ડ ડિપોઝિટ માટેની તેમની અપેક્ષિત સુરક્ષા અને સ્થિરતા પણ પૂરી પાડે છે. તકનીકી પાસાંમાં જતાં પહેલાં, ચાલો, પાયા વિશે સમજૂતી મેળવી લઈએ. ફિક્સ્ડ ડિપોઝિટ એ નાણાંકીય સાધન છે, જેમાં તમે નિશ્ચિત વ્યાજ દર પર પૂર્વનિર્ધારિત સમયગાળા માટે અમુક રકમ જમા કરાવો છો. મેચ્યોરિટી પર તમને મૂળ રકમની સાથે તે રકમ પરનું વ્યાજ પણ મળે છે.