Get App

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ બાદ બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો  

બ્રોકરેજ કંપની જેફરીઝ ઈન્ડિયાએ કંપનીનો શૅર ખરીદવાની ભલામણ યથાવત્ રાખી છે અને 2,950 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જેએમ ફાઈનાન્સિયલે પણ શૅર ખરીદવાની ભલામણ કરીને 2,900 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જ્યારે કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે પણ ભલામણમાં ફેરફાર કર્યા વિના ટાર્ગેટ ભાવ 2,600 રૂપિયા આપ્યો છે. નોમુરાએ શૅર ખરીદવાની ભલામણ કરીને ટાર્ગેટ ભાવ 2,444 રૂપિયાથી વધારીને 2,925 રૂપિયા કર્યો છે

MoneyControl Newsઅપડેટેડ Aug 29, 2023 પર 11:34 AM
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ બાદ બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો   રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમ બાદ બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો   
મેક્વાયર રિસર્ચે ‘અંડરપર્ફોમ’ રેટિંગ આપીને 2,100 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે વર્તમાન શૅર ભાવની સરખામણીએ 14.6 ટકા ઓછો છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સોમવારે એજીએમ યોજાઈ તે પછી અમૂક બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો છે. જિઓ અને રિટેલ બાબતે હજી અમૂક ટાઈમલાઈન સ્પષ્ટ થઈ નહી હોવાથી બજારમાં હતાશા વધશે એવી ચિંતા પણ એનાલિસ્ટોએ વ્યક્ત કરી છે. એજીએમ બાદ હવે દરેકની નજર કંપનીની કમાણી ઉપર રહેશે.

બ્રોકરેજ કંપની જેફરીઝ ઈન્ડિયાએ કંપનીનો શૅર ખરીદવાની ભલામણ યથાવત્ રાખી છે અને 2,950 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જેએમ ફાઈનાન્સિયલે પણ શૅર ખરીદવાની ભલામણ કરીને 2,900 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે. જ્યારે કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે પણ ભલામણમાં ફેરફાર કર્યા વિના ટાર્ગેટ ભાવ 2,600 રૂપિયા આપ્યો છે. નોમુરાએ શૅર ખરીદવાની ભલામણ કરીને ટાર્ગેટ ભાવ 2,444 રૂપિયાથી વધારીને 2,925 રૂપિયા કર્યો છે.

મેક્વાયર રિસર્ચે ‘અંડરપર્ફોમ’ રેટિંગ આપીને 2,100 રૂપિયા ટાર્ગેટ ભાવ આપ્યો છે, જે વર્તમાન શૅર ભાવની સરખામણીએ 14.6 ટકા ઓછો છે. દરમિયાન નિતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાંથી છુટા પડ્યા છે. તે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે સક્રિય રહેશે. જ્યારે ઇશા અને આકાશ અને અનંત અંબાણીનો બોર્ડમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ જ મુકેશ અંબાણી આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પદ સંભાળશે અને ગ્રુપમાં નવા લીડર્સને માગદર્શન આપશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો