Shriram Finance Share Price: શ્રીરામ ફાઈનાન્સ (Shriram Finance) ના FY24 ના પહેલા ક્વાર્ટરમાં નેટ પ્રૉફિટ 25.13 ટકા વધીને 1675.44 કરોડ રૂપિયા રહ્યા. ગત વર્ષની સમાન ક્વાર્ટરમાં કંપનીનો 1338.95 કરોડ રૂપિયાનો નફો થયો હતો. પહેલા ક્વાર્ટરમાં કંપનીની આવક 11.31 ટકા વધીને 4435.27 કરોડ રૂપિયા રહી જ્યારે જે છેલ્લા વર્ષની સમાન સમયમાં 3,984.44 કરોડ રૂપિયા રહી હતી. ત્યારે Shriram Finance ના 30 જુન 2023 સુધી ટોટલ AUM 1,93,214.66 કરોડ રૂપિયા રહ્યા, જ્યારે 30 જુન 2022 ના તે 1,62,970.04 કરોડ રૂપિયા હતા. આજે આ સ્ટૉક પર બ્રોકરેજ બુલિશ જોવામાં આવી રહ્યા છે.