L&T TECHNOLOGY Share Price: એલએન્ડટી ટેક્નોલૉજી (L&T Technology) એ કાલે પોતાના બીજા ક્વાર્ટરના પરિણામ રજુ કર્યા. કંપનીને બીજા ક્વાર્ટરમાં 316 કરોડ રૂપિયાનો નફો થયો જ્યારે કંપનીની આવક પણ વધીને 2136 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ. કંપનીએ રોકાણકારો માટે પ્રતિશેર 17 રૂપિયાના વચગાળાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીની CC રેવેન્યૂ ગ્રોથ 3.2% રહી. કંપનીએ FY24 માટે રેવેન્યૂ ગ્રોથ ગાઈડેંસ ઘટાડ્યુ છે. રેવેન્યૂ ગ્રોથ ગાઈડેંસ 20% થી ઘટાડીને 17.5-18.5% કર્યુ છે. કંપનીનું કહેવુ છે કે Q2 માં 1 કરોડ ડૉલરથી વધારાની 7 મોટી ડીલ જીતી છે. આ 7 ડીલ્સ માંથી 6 ડીલ 1.5 કરોડ ડૉલરથી વધારે કરી છે. બ્રોકરેજ ફર્મોએ તેના પર મિશ્ર રેટિંગ આપ્યા છે.