Get App

TCS ના પરિણામ મિશ્ર રહ્યા, બ્રોકરેજ ફર્મોથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ

HSBC એ TCS પર હોલ્ડ રેટિંગ આપ્યું છે. બ્રોકરેજે તેના શેરનું લક્ષ્ય 3,625 રૂપિયા નક્કી કર્યું છે. તેમનું કહેવું છે કે આ સમયગાળા દરમિયાન કંપનીએ સારો સોદો કર્યો છે. બીજા ક્વાર્ટરમાં આવક અપેક્ષા કરતાં ઓછી હતી. નાણાકીય વર્ષ 24 ના બીજા સત્રમાં V-Shaped ની રિકવરી જોવાની શક્યતા નથી. મોટી ડીલ્સનો ફાયદો નાણાકીય વર્ષ 2025 માં જ જોવા મળશે.

MoneyControl Newsઅપડેટેડ Oct 12, 2023 પર 12:12 PM
TCS ના પરિણામ મિશ્ર રહ્યા, બ્રોકરેજ ફર્મોથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિTCS ના પરિણામ મિશ્ર રહ્યા, બ્રોકરેજ ફર્મોથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ
સિટીએ ટીસીએસ પર વેચવાલીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 3,170 રૂપિયા નક્કી કર્યા છે.

ટીસીએસ (TCS) ના બીજા ક્વાર્ટરમાં મિશ્ર પરિણામ રહ્યા છે. ત્રણ વર્ષમાં પહેલી વાર ડૉલરના રેવેન્યૂ ખોટ છે. જો કે માર્જિનના ફ્રંટ પર સારૂ પ્રદર્શન જોવાને મળ્યુ છે. માર્જિનમાં ઉમ્મીદથી વધારે 110 બેસિસ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો. નવી DEAL WINS પણ ઉમ્મીદથી વધારે જોવાને મળ્યુ છે. કંપનીએ 4150 રૂપિયાના ભાવ પર 17000 હજાર કરોડ રૂપિયાના શેર બાયબેક કરી જાહેરાત કરી છે. Q2 માં રૂપિયાના ટર્મમાં રેવેન્યૂમાં 0.5% નો વધારો જોવાને મળ્યો. બીજા ક્વાર્ટરમાં CC રેવેન્યૂ ફ્લેટ રહ્યા છે. આ સ્ટૉક પર બ્રોકરેજ ફર્મોએ પોતાની અલગ-અલગ સલાહ આપી છે. જાણો કોણે ટાર્ગેટ વધાર્યો કે ઘટાડ્યો -

Brokerage On TCS

Goldman Sachs On TCS

ગોલ્ડમેન સૅક્સે ટીસીએસ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના શેરનું લક્ષ્ય 4020 રૂપિયા નક્કી કર્યુ છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટરના આધાર પર રેવેન્યૂ ગ્રોથ +1% થી નીચે રહ્યો છે. કર્મચારીઓની સંખ્યામાં 1% ઘટાડો નજીકના સમયમાં નબળા રેવેન્યૂ આઉટલુકના સંકેત આપી રહી છે. FY24 ના બીજા સત્રથી ઑર્ડરબુકમાં સુધાર દેખાય શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો