Get App

Tech Mahindra ના શેર પરિણામો બાદ તૂટ્યો, બ્રોકરેજથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ

જેફરીઝે ટેક મહિન્દ્રા પર અંડરપફોર્મના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્ય 900 રૂપિયા પ્રતિશેરના નક્કી કર્યા છે. તેમનું કહેવુ છે કે ક્વાર્ટરના ધોરણે આવક ઘટીને 4 ટકા થઈ છે, ક્વાર્ટરના આધારે એબિટડા માર્જિનમાં 440 bps ઘટાડો અને ડીલ બુકિંગમાં 39 ટકા ઘટાડો થયો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 27, 2023 પર 12:13 PM
Tech Mahindra ના શેર પરિણામો બાદ તૂટ્યો, બ્રોકરેજથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિTech Mahindra ના શેર પરિણામો બાદ તૂટ્યો, બ્રોકરેજથી જાણો સ્ટૉક પર શું છે રોકાણની રણનીતિ
નોમુરાએ ટેક મહિન્દ્રા પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેમણે તેના પર લક્ષ્યાંક 1316 રૂપિયા પ્રતિ શેર નક્કી કર્યા છે.

આઈટી સેક્ટરની દિગ્ગજ કંપની ટેક મહિંદ્રા (Tech Mahindra) ના નબળા પરિણામ રજુ કર્યા. કંપનીનો નફો 38 ટકા ઘટ્યો. ડૉલર રેવેન્યૂ અને કોન્સેંટ કરેંસી રેવેન્યૂમાં પણ 4 ટકાનું દબાણ જોવામાં આવ્યુ. માર્જિન પર પણ તગડી માર જોવાને મળી. કંપનીના કંસોલિડેટેડ નફો 1,117.7 કરોડ રૂપિયાથી ઘટીને 693 કરોડ રૂપિયા રહ્યા. ક્વાર્ટરના આધાર પર કંપનીની કંસોલિડેટેડ આવક 13,718.2 કરોડ રૂપિયાથી ઘટીને 13,159 કરોડ રૂપિયા રહી. એબિટડા 1,317.8 કરોડ રૂપિયાથી ઘટીને 891.4 કરોડ રૂપિયા રહ્યા. એબિટડા માર્જિન 9.6 ટકા થી ઘટીને 6.7 ટકા રહ્યા. મૉર્ગન સ્ટેનલીએ સ્ટૉક પર ઈક્વલ વેટના રેટિંગ આપ્યા છે. જ્યારે નોમુરાએ ખરીદારીની સલાહ આપી છે.

આજે 12:05 વાગ્યે 1.97 ટકા ઘટીને શેર 1,120.70 રૂપિયાના સ્તર પર કારોબાર કરતો જોવામ મળ્યો.

Brokerage On Tech Mahindra

MS On Tech Mahindra

બધા સમાચાર

+ વધુુ વાંચો