સોનાના કારોબારમાં ખરીદીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં વૈશ્વિક બજારમાં કિંમતો 1964 ડૉલરનો પાર પહોંચતી જોવા મળી. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ પોઝીટીવ કારોબાર સાથે કિંમતો 59,265 આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે સોનું 3 સપ્તાહની ઉંચાઈ પર પહોંચતુ જોવા મળી રહ્યું છે. તો USમાં મોંઘવારી અનુમાન કરતા વધુ ઘટતા અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો આવતા સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો છે.

