Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાથી વધુનો ઘટાડો આવતા ભાવ 225ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 08, 2023 પર 6:41 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

યૂએસ ફેડના વ્યાજ દરમાં વધારાના નિવેદન બાદ સોનામાં દબાણ વધતું જોવા મળ્યું. જ્યાં કેમેક્સ પર સોનું 1930 ડૉલર આસપાસ જોવા મળ્યું તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો. ત્યારે હવે બજારની નજર ગુરૂવારે આવનારા યૂએસ સીપીઆઈ આંકડા રહેતી જોવા મળશે.

ચાંદીમાં વેચવાલીનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદી 23 ડૉલર પર કારોબાર જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં અડધા ટકાનું દબાણ જોવા મળ્યું.

સમર સિઝન અટકતા ક્રૂડમા ઉપલા સ્તરેથી નરમાશ જોવા મળી, જ્યાં બ્રેન્ટના ભાવ 4 મહિનાના ઉપલા સ્તરેથી ઘટી ફરી 84 ડૉલરની નીચે આવ્યો, તો NYMEX ક્રૂડમાં પણ 81 ડૉલરની નીચ કારોબાર જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં પણ પોણા બે ટકાનું દબાણ જોવા મળ્યું છે. આ સાથે જ સાઉદી અરબ અને રશિયા સપ્ટેમ્બર સુધી સપ્લાયમાં કાપ કરે તેવા સમાચારથી કિંમતો પર દબાણ વધી રહ્યું છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકાથી વધુનો ઘટાડો આવતા ભાવ 225ના સ્તરની આસપાસ પહોંચતા દેખાઈ રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો