Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકા જેટલી તેજી આવતા ભાવ 218ના સ્તરને પાર દેખાયો.

MoneyControl Newsઅપડેટેડ Aug 01, 2023 પર 6:45 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં તેજી સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી આવતા સોનાની ચમક ફીકી પડતી દેખાઈ, અહીં કોમેક્સ પર સોનું 1956 ડૉલરની નીચે પહોંચતું દેખાયું, તો સ્થાનિક બજારમાં 59,270ના સ્તરની આસપાસ જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ દબાણ સાથેનો કારોબાર યથાવત્ રહેતો દેખાયો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 25 ડૉલરની નીચે યથાવત્ છે, જ્યારે સ્થાનિક બજારમાં 75,715 રૂપિયાના સ્તરની આસપાસ લગભગ એક ટકાના ઘટાડા સાથે કારોબાર નોંધાયો.

ક્રૂડ ઓઈલમાં ફરી એક વાર ઉછાળો આવતા બ્રેન્ટના ભાવ 84 ડૉલરની ઉપર પહોંચ્યા, તો nymex ક્રૂડમાં 81 ડૉલરની ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારમાં પણ ક્રૂડમાં મામુલી મજબૂતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે ઓછા ગ્લોબલ ઉત્પાદનના અનુમાન અને માગ વધવાની આશાએ ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે..

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં એક ટકા જેટલી તેજી આવતા ભાવ 218ના સ્તરને પાર દેખાયો.

બધા સમાચાર

+ વધુુ વાંચો