Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડો સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અઢી ટકાની સારી મજબૂતી આવતા કિંમતો 212ના સ્તરની નજીક જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 17, 2023 પર 7:16 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડો સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડો સાથે કારોબાર

ગત સપ્તાહની સારી તેજી બાદ આજે ફરી સોનાની કિંમતોમાં નફાવસુલીનું દબાણ જોવા મળ્યું. અહીં કેમેક્સ પર કિંમતો 1956 ડૉલરની પાસે પહોંચતી દેખાઇ. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. બજારની નજર હવે 26 જુલાઈએ થનાર US ફેડની બેઠક પર છે.

સોના સાથે ચાંદીમાં પણ દબાણ જોવા મળ્યું. અહીં વૈશ્વિક બજારમાં ભાવ અડધા ટકા તૂટી 24 ડૉલરની પાસે જોવા મળ્યો, તો સ્થાનિક બજારમાં 75,590 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર નોંધાયો.

ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી ભારે ઘટાડો જોવા મળ્યો, બ્રેન્ટની કિંમત સવા એક ટકાથી વધુના દબાણ સાથે 79 ડૉલરની નીચે જોવા મળી, સાથે જ NYMEX ક્રૂડમાં પણ સવા એક ટકાથી વધુનું દબાણ જોવા મળ્યું છે. ઉલ્લેખનિય છે કે વિરોધને કારણે ગુરુવારે ઉત્પાદન અટકાવવામાં આવ્યા બાદ લિબિયામાં બે ઓઇલફિલ્ડ્સે શનિવારે ફરીથી ઉત્પાદન શરૂ કર્યું હોવાથી ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. આ સાથે જ ઓગસ્ટ મહિનાથી રશિયા ઓઈલ ઉત્પાદન 500,000 bpdથી ઘટાડશે તેવા સમાચારોએ દબાણ વધાર્યું છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અઢી ટકાની સારી મજબૂતી આવતા કિંમતો 212ના સ્તરની નજીક જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો