Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારાની સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 209ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 07, 2023 પર 5:54 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારાની સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારાની સાથે કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં ઉછાળાના કારણે સોનાની ચમક ઘટતા કોમેક્સ પર ભાવ 1945 ડૉલરની પણ નીચે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 59,067ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ સોનાને પગલે નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો સતત 24 ડૉલરની નીચે યથાવત્ છે, તો સ્થાનિક બજારમાં 72,145ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં ગઈકાલના ઉછાળા બાદ ટેક્નિકલ કરેક્શન બાદ ક્રૂડમાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળ્યું જ્યાં બ્રેન્ટના ભાવ 91 ડૉલર નીચે આવતા જોવા મળ્યા. તો nymexમાં અડધા ટકાનું દબાણ બનતું જોવા મળ્યું. ઉલ્લેખનિય છે કે સાઉદી અરબ અને રશિયા ઉત્પાદન કાપ હવે ડિસેમ્બર સુધી યથાવત્ રાખશે, જેને કારણે બજારમાં ઓછી સપ્લાયનો ડર બની રહ્યો છે, આ સાથે જ APIનાં આંકડા મુજ USમાં ક્રૂડની ઇન્વેન્ટરી 5.5 મિલિયન બેરલથી ઘટી છે, જેની અસર પણ ક્રૂડની કિંમતો પર દેખાઈ રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 209ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો