Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં મામુલી નરમાશ, સ્ટોકમાં ઘટાડો અને ચાઈના તરફથી ઓછા આઉટપુટના કારણે LME પર તમામ મેટલ્સ લીલા નિશાનમાં કારોબાર કરતી જોવા મળી તો સ્થાનિક બજાર પણ તેજી તરફી કારોબાર જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Sep 14, 2023 પર 6:24 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

ECBની મોનેટરી પૉલિસી પહેલા સોનામાં નાની રેન્જમાં કારોબાર જોવા મળ્યો, જ્યાં કોમેક્સ પર ભાવ 1929 ડૉલરની સ્તરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટૂ નેગેટીવ કામકાજ થઈ રહ્યું છે. અહીં પણ કિંમતો ઘટીને આશરે 3 સપ્તાહના નીચલા સ્તરની પાસે જોવા મળી, ઉલ્લેખનિય છે કે, USમાં મોંઘવારી અનુમાન કરતા વધુ આવતા બજારની નજર હવે વ્યાજ દરને લઈ ફેડના નિર્ણય પર રહેશે.

સોનાને પગલે ચાંદીમાં પણ દબાણ સાથેનો કારોબાર રહેતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ આશરે પોણા ટકા જેટલી નરમાશ જોવા મળી રહી છે.

OPEC બાદ EIA દ્વારા પણ ક્રૂડની માગ વધવાના અનુમાને કિંમતોમાં તેજી યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં બ્રેન્ટમાં 92 પ્રતિ ડૉલરના સ્તરની ઉપર કિંમતો ટકી છે, તો NYMEX ક્રૂડમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 89 ડૉલરની ઉપર કારોબાર થઈ રહ્યો છે. USમાં એક તરફ ક્રૂડની ઇન્વેન્ટરી ઘટી છે, અને બીજી બાજું ગ્લોબલ બજારમાં ઓછી સપ્લાયની ચિંતા બની રહી છે, જેને કારણે ક્રૂડની કિંમતોમાં મજબૂતી જોવા મળી રહી છે.

ડૉલર ઇન્ડેક્સમાં મામુલી નરમાશ, સ્ટોકમાં ઘટાડો અને ચાઈના તરફથી ઓછા આઉટપુટના કારણે LME પર તમામ મેટલ્સ લીલા નિશાનમાં કારોબાર કરતી જોવા મળી તો સ્થાનિક બજાર પણ તેજી તરફી કારોબાર જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો