સોનું હાઈ રેકોર્ડથી ફરી નીચે આવતું જોવા મળી રહ્યું છે પણ સોનામાં ફ્લેટ તેજી સાથે 2000 ડૉલરના સ્તર પર યથાવત્ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કામકાજ જોવા મળ્યું છે.


સોનું હાઈ રેકોર્ડથી ફરી નીચે આવતું જોવા મળી રહ્યું છે પણ સોનામાં ફ્લેટ તેજી સાથે 2000 ડૉલરના સ્તર પર યથાવત્ જોવા મળી રહ્યું છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કામકાજ જોવા મળ્યું છે.
તો સોનાના પગલે ચાંદીમાં પણ દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં ચાંદી પર 7 મહિનાની તેજી પર રોક લાગતી જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમતો અડધા ટકાના દબાણ સાથે 24 ડૉલર પર યથાવત્ જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં પણ અડધા ટકાની નરમાશ આવતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ચાંદીની કિંમતોમાં રાતો રાત 3.5 ટકાનો ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે.
ક્રૂડ ઓઈલમાં ફરી નીચેના સ્તરેથી રિકવરી આવતી જોવા મળી રહી છે જ્યાં બ્રેન્ટની કિંમતો 78 ડૉલરને પાર જોવા મળી તો NYMEXમાં અડધા ટકાની તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યારે સ્થાનિક બજારમા ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જોવા મળ્યો.
સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં બે ટકાની તેજી સાથે કિંમતો 228ને પાર જાતી જોવા મળી રહી છે.
બેઝ મેટલ્ટની વાત કરીએ તો, મેટલ્સ નેગેટિવ સંકેતો મળી રહ્યા છે. તો કોપરની 4 મહિના તેજી પર રોક લાગતી જોવા મળી રહી છે. તો ઝિંકમાં એક મહિનાના નીચે સ્તરે પહોંચતી જોવા મળી રહી છે. જ્યારે સ્થાનિક બજારમાં તમામ મેટલ્સનો કારોબાર લાલ નિશાનમાં જોવા મળી રહ્યો છે.
ગુવાર પેકથી શરૂઆત કરીએ તો ગુવાર ગમમાં પોણા ટકાની તો ગુવાર સીડમાં મામૂલી તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો મલાસા પેકમાં મિશ્ર કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં હળદરની તેજી આગળ વધતા 3 ટકાની આસપાસ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો તો. ધાણા અને જીરામાં દબાણ યથાવત્ જોવા મળી રહ્યો છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.