Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધરો સાથે કારોબાર

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં સાડા ત્રણ ટકાની તેજી સાથે 244ના સ્તરને પાર કારોબાર જોવા મળ્યો.

MoneyControl Newsઅપડેટેડ Jan 18, 2024 પર 6:26 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધરો સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં વધરો સાથે કારોબાર

સોનાની કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા, જ્યાં ચાઈના તરફથી માગ વધવાની આશાએ કોમેક્સ પર ભાવ 2010 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 61,600ના સ્તરને પાર કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ નીચલા સ્તરેથી રિકવરી આવી, તેમ છતા વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની નીચે રહ્યા, તો સ્થાનિક બજારમાં 71,400ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં વોલેટાલિટી યથાવત્ છે, આજે ફરી બ્રેન્ટમાં શરૂઆતી નરમાશ બાદ રિકવરી આવતા કિંમતો 78 ડૉલરના સ્તરની ઉપર પહોંચી, તો nymex ક્રૂડમાં પણ 73 ડૉલરની ઉપર કારોબાર રહ્યો, ડૉલર ઇન્ડેક્સમાં મામુલી દબાણ અને રેડ સીમાં તણાવના કારણે કિંમતો પર અસર રહી, જોકે તે સિવાય નાઈજેરીયા અને ઇરાક તરફથી આઉટપુટ વધતા ડિસેમ્બરમાં opecનું ઓઈલ ઉત્પાદન વધતું દેખાયું.

શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં સાડા ત્રણ ટકાની તેજી સાથે 244ના સ્તરને પાર કારોબાર જોવા મળ્યો.

બધા સમાચાર

+ વધુુ વાંચો