Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ખરીદીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસની કિંમતો એક ટકા ઉપરની તેજી સાથે 228ના સ્તરની આસપાસ કારોબાર કરતી જોવા મળી રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 05, 2023 પર 6:12 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

ફેડની મિનિટ્સ પહેલા સોનામાં ઉતાર-ચઢાવ સાથેનો કોરોબાર યથાવત્ જોવા મળ્યો. શરૂઆતી કારોબારના દબાણ બાદ સોનામાં તેજી જોવા મળી. કોમેક્સ પર 1934ના સ્તરની આસપાસ જોવા મળ્યું તો સ્થાનિક બજારમાં પા ટકા ઉપરની તેજી સાથે 58594 આસપસની કિંમતો જોવા મળી. નબળા રૂપિયાને કારણે સ્થાનિક બજારમાં સોનાની કિંમતો સપોર્ટ મળતો જોવા મળ્યો.

ત્યારે ચાંદીમાં લાલ નિશાનમાં કારોબાર જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં મજબૂત ડૉલરને કારણે કિંમતો 23 ડૉલર નીચે પહોંચતી દેખાય તો સ્થાનિક બજારમાં પા ટકાના દબાણ સાથે કિંમતો 70339 આસપાસ જોવા મળી છે.

ક્રૂડની કિંમતોમાં રાતોરાત આશરે 2 ટકાનો ઉછાળો આવતા બ્રેન્ટના ભાવ 76 ડૉલરની ઉપર પહોંચ્યા, તો નાયમેક્સ ક્રૂડમાં લગભગ બે ટકાની મજબૂતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પા ટકાની તેજી સાથે કિંમતો 5866 આસપાસ પહોંચતી જોવા મળી. ઉલ્લેખનિય છે કે સાઉદી અરબ અને રશિયા દ્વારા ક્રૂડ સપ્લાયમાં કાપના સમાચારથી કિંમતોમાં એક્શન જોવા મળી, સાઉદીએ કહ્યું કે તેઓ સ્વઇચ્છાએ ઓગસ્ટ સુધી 1 મિલિયન bblનો કાપ કરશે અને રશિયા પણ પોતાનો ઓઈલ એક્સપોર્ટ 500,000 bpdથી ઘટાડશે, આ બધાની અસર ક્રૂડની કિંમતો પર આજે જોવા મળી રહી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં ખરીદીનો માહોલ યથાવત્ જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસની કિંમતો એક ટકા ઉપરની તેજી સાથે 228ના સ્તરની આસપાસ કારોબાર કરતી જોવા મળી રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો