Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં મિશ્ર સાથે કારોબાર

US ઇન્વેન્ટરી 7 બિલિયન cubic feetથી ઘટવાના કારણે સ્થાનિક બજારમાં પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. જ્યાં કિંમત પા ટકા વધીને 241ને પાર જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Nov 23, 2023 પર 6:16 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં મિશ્ર સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં મિશ્ર સાથે કારોબાર

સોનામાં ઉપલા સ્તરેથી દબાણ આવતા વૈશ્વિક બજારમાં કિંમત 2000 પ્રતિ ઓંસની નીચે આવી. તો હાલ પણ સોનામાં ફ્લેટ કારોબાર જ જોવા મળ્યો. જ્યાં એમસીએક્સ પર ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર સાથે કિંમત 61,044 પર પહોંચી.

તો સોનાના પગલે ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર જ જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં ચાંદી મામુલી તેજી સાથે 72940ના સ્તરની નજીક જોવા મળ્યો. તો વૈશ્વિક બજારમાં પા ટકાની તેજી સાથે કિંમતો 23.50ને પાર નિકળ્યા.

ક્રૂડના કારોબાર પર તો ક્રૂડમાં આજે મિશ્ર કારોબાર થતો જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં તો પા ટકાની તેજી જોવા મળી પરંતુ બ્રેન્ટમાં પણ નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી. તો સામે NYMEX ક્રૂડમાં પણ લગભગ એક ટકાના દબાણ સાથેનો જ કારોબાર રહ્યો.

નેચરલ ગેસની તો US ઇન્વેન્ટરી 7 બિલિયન cubic feetથી ઘટવાના કારણે સ્થાનિક બજારમાં પોઝિટીવ કારોબાર જોવા મળ્યો. જ્યાં કિંમત પા ટકા વધીને 241ને પાર જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો