Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઉપલા સ્તરથી દબાણ સાથે કારોબાર

સ્થાનિક બજારમાં શરૂઆતી તેજી બાદ નેચરલ ગેસમાં દબાણ બનતું જોવા મળ્યું. જ્યાં એક ટકાના દબાણ સાથે કિંમતો 238ના સ્તર પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Sep 26, 2023 પર 6:06 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઉપલા સ્તરથી દબાણ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં દબાણ સાથે કારોબાર, ક્રૂડમાં ઉપલા સ્તરથી દબાણ સાથે કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં આવેલી મજબૂતીના પગલે સોનાની ચમક ઘટતા કોમેક્સ પર સોનું 1929 ડૉલરની પણ નીચે પહોંચ્યું, તો સ્થાનિક બજારમાં પણ નેગેટીવ કામકાજ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ડૉલર ઇન્ડેક્સ વધીને 10 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચ્યો સાથે જ US બોન્ડ યીલ્ડમાં પણ તેજી જોવા મળી, તો USમાં વધુ એકવાર ફેડ 25 bpsનો વ્યાજ દર વધારો કરે તેવી આશંકાએ સોનામાં દબાણ વધતું દેખાઈ રહ્યું છે.

સોનાને પગલે ચાંદીમાં પણ નરમાશ આવતા વૈશ્વિક બજારમાં ભાવ આશરે અડધા ટકા તૂટી 23 ડૉલરની આસપાસ આવ્યા, તો સ્થાનિક બજારમાં પણ મામૂલી દબાણ જોવા મળ્યું. અહીં ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરફથી પણ ઓછી માગના કારણે કિંમતો તૂટતી દેખાઈ.

USમાં વધુ એકવાર વ્યાજ દર વધવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ઉપલા સ્તરેથી દબાણ બન્યું, જ્યાં બ્રેન્ટના ભાવ 92 ડૉલરની નીચે આવ્યા, તો NYMEX ક્રૂડમાં પણ પોણા ટકાની નરમાશ રહી, સાથે જ સ્થાનિક બજારમાં પણ દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં શરૂઆતી તેજી બાદ નેચરલ ગેસમાં દબાણ બનતું જોવા મળ્યું. જ્યાં એક ટકાના દબાણ સાથે કિંમતો 238ના સ્તર પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો