Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારા સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબાર

શરૂઆતિ કારોબારથી સાંકળી રેન્જમાં કારોબાર કર્યા બાદ નેચરલ ગેસમાં ઉપરના સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું. જ્યાં કિંમતો પા ટકાની ઉપરના દબાણ સાથે 220 આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jul 04, 2023 પર 6:27 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારા સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વધારા સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબાર

જુલાઈ બેઠકમાં US ફેડ વ્યાજ દરમાં કાપ ઓછો કરે તેવી આશંકાએ સોનાને સપોર્ટ મળ્યો, અહીં કોમેક્સ પર ભાવ 1937 ડૉલરના સ્તરની ઉપર પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 58,528 રૂપિયાના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

સોનાના પગલે ચાંદીમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલર ઉપર નીકળ્યા તો સ્થાનિક બજારમાં પણ અડધા ટકા ઉપરની તેજી સાથે કિંમતો 70683 સુધી પહોંચતી જોવા મળી.

સાઉદી અરબિયા તરફથી આઉટપુટ કાપના સમાચાર બાદ NYMEX ક્રૂડમાં રિકવરી જોવા મળી, કિંમતો 70 ડૉલરની ઉપર આવી, તો બ્રેન્ટમાં 75 ડૉલરની પાસે કારોબાર યથાવત્ રહેતો જોવા મળી રહ્યો છે. સાઉદી 1 મિલિયલ બેરલ પ્રતિ દિવસનો કાપ ઓગસ્ટ સુધી લંબાવશે અને રશિયા પણ પોતાનું ઓઈલ એક્સપોર્ટ 500,000 bpdથી ઘટાડશે. આ બધા સમાચારના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

શરૂઆતિ કારોબારથી સાંકળી રેન્જમાં કારોબાર કર્યા બાદ નેચરલ ગેસમાં ઉપરના સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું. જ્યાં કિંમતો પા ટકાની ઉપરના દબાણ સાથે 220 આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો