Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

નેચરલ ગેસમાં તેજીનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં એક ટકાની તેજી સાથે કિંમતો 188 નજીક પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jun 07, 2023 પર 6:34 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

કોમેક્સ પર સોનાના ભાવ આજે ફ્લેટ ટૂ પોઝિટીવ કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ ટ્રેડ દેખાઇ રહ્યો છે. યૂએસ બોન્ડ યીલ્ડમાં વધારો થતા સોનાની માંગને અસર જોવા મળી. હવે બજારની નજર US ફેડરલ રિઝર્વના વ્યાજ વધારાના નિર્ણય પર છે.

સોનાના પગલે ચાંદીમાં રેન્જબાઉન્ડ કારોબાર યથાવત્ જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિક બજારમાં ચાંદી ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર કરતી જોવા મળી તો કોમેક્સ પર નીચેના સ્તરેથી રીકવરી સાથે ચાંદીમાં પા ટકાની તેજી જોવા મળી.

ક્રૂડ ઓઈલમાં શરૂઆતી દબાણ બાદ રિકવરીનો માહોલ જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં ક્રૂડ ઓઈલ એક ટકાની તેજી સાથે 5997 પર કારોબાર કરતું જોવા મળ્યું. તો બ્રેન્ટ ફરી $77 ડૉલરને પાર જોવા મળી રહ્યું છે અને NYMEXમાં પણ સવા ટકાની તેજી જોવા મળી.

તો નેચરલ ગેસમાં તેજીનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં એક ટકાની તેજી સાથે કિંમતો 188 નજીક પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો