Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે વધતી ઠંડીને કારણે માગમાં વધારો થવાની આશાએ નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 21, 2023 પર 7:06 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

ત્યારે સોનામાં શરૂઆતી કારબારોની તેજી યથાવત્ જોવા મળી રહી છે. નબળા યૂએસ બોન્ડ યીલ્ડ અને ડૉલર ઈન્ડેક્સ કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળ્યો. આ સાથે જ લગ્ન સિઝનની શરૂઆત થવાની હોવાથી સ્થાનિક બજારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો. કોમેક્સ પર 1991 ડૉલર કામકાજ જોવા મળ્યું તો સ્થાનિક બજારમાં અડધા ટકા ઉપરની તેજી સાથે કારોબાર જોવા મળ્યો.

સોનાના પગલે ચાંદીમાં પણ તેજી સાથેનો કારોબાર જોવા મળ્યા જ્યાં વૈશ્વિક બજારમાં 23 ડૉલર ઉપર કારોબાર જોવા મળ્યો તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની તેજી સાથે કારોબાર જોવા મળ્યો.

OPEC+ની બેઠક પહેલા ક્રૂડ ઓઈલમાં શરૂઆતી કારોબારની તેજી પર બ્રેક લાગી પણ બ્રેન્ટની કિંમતો 82 ડૉલર આસપાસ યથાવત્ જોવા મળી. તો nymexમાં પણ પા ટકા ઉપરનું દબાણ જોવા મળ્યું. જ્યારે સ્થાનિક બજારમાં પોણા ટકાની નરમાશ જોવા મળી. તો આ સાથે નબળા ડૉલર ઈન્ડેક્સ અને બોન્ડ યીલ્ડને કારણે ક્રૂડ કિંમતોને પર દબાણ બનતું પણ જોવા મળ્યું.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાની તેજી જોવા મળી રહી છે વધતી ઠંડીને કારણે માગમાં વધારો થવાની આશાએ નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો