Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો એક ટકાથી વધુ તૂટતા 212સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 24, 2023 પર 9:40 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં દબાણ સાથે કારોબાર

શરૂઆતી કારોબારમાં સોનામાં તેજી જોવા મળી હતી. જે બાદ સોનામાં ઉપરના સ્તરેથી દબાણ બનતું જોવા મળી રહ્યું છે. જ્યાં કોમેક્સ પર સોનું 1947 ડૉલરના સ્તરની આસપાસ જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. બજારની નજર હવે ફેડ ચેરમેનના ભાષણ પર બનેલી છે.

સોનાના પગલે ચાંદી પણ લાલ નિશાન સાથે કારોબાર કરતી જોવા મળી. જ્યાં વૈશ્વિક બજારમાં ચાંદી 25 ડૉલર નીચે કારોબાર જોવા મળ્યો તો. સ્થાનિક બજારમાં અડધા ટકાની નરમાશ સાથે કારોબાર જોવા મળ્યો.

ક્રૂડ ઓઈલમાં ઉતાર-ચઢાવનો કારોબાર યથાવત્ જોવા મળ્યો . જ્યાં કિંમતો શરૂઆતી દબાણને તોડી ફરી રીકવરીના મૂડમાં જોવા મળી. બ્રેન્ટમાં 83 ડૉલરની પાસે કારોબાર પહોંચ્યો, આ સાથે જ NYMEX ક્રૂડમાં પણ પા ટકાની તેજી જોવા મળી, ઉલ્લેખનિય છે કે ચાઈનામાં સ્લો ડાઉન, US ઇન્વેન્ટરીમાં ઘટાડો, US અને યુરોઝોનના નબળા PMI આંકડાઓની અસર રહેતા ક્રૂડની કિંમતો ફરી તૂટતી જોવા મળી છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો એક ટકાથી વધુ તૂટતા 212સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો