Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નરમાશ સાથે કારોબાર

નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં લગભગ 3 ટકાનો ઘટાડો આવતા કિંમતો 201ના સ્તરની આસપાસ કામકાજ જોવા મળી રહ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Dec 26, 2023 પર 6:42 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નરમાશ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નરમાશ સાથે કારોબાર

ડૉલર ઇન્ડેક્સમાં આવેલી વેચવાલીના કારણે સોનાની કિંમતોને સપોર્ટ મળ્યો, જ્યાં કોમેક્સ પર ભાવ 2074ના સ્તરની ઉપર કારોબાર જોવા મળ્યો, જ્યારે સ્થાનિક બજારમાં 63,121ના સ્તરની આસપાસ કારોબાર દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનિય છે કે યૂએસમાં વ્યાજ દરમાં કાપની આશાએ સોનાની ચમક વધી છે. સાથે જ યૂએસના PCE ઇન્ડેક્સ 0.1 ટકા ઘટ્યો હોવાથી ડૉલર ઇન્ડેક્સની ચાલ બગડી છે, જેનો પણ સપોર્ટ સોનાને મળી રહ્યો છે.

સોના સાથે ચાંદીમાં પણ પોઝિટીવ મૂવમેન્ટ જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર રહ્યા, તો સ્થાનિક બજારમાં લગભગ પા ટકાથી વધુની તેજી સાથે 75,491ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

2024માં વધુ ઉત્પાદનના અનુમાન વચ્ચે રેડ સી તરફથી સપ્લાય વિક્ષેપના ડરના કારણે ક્રૂડમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ 80 ડૉલરની નીચે રહ્યા, પણ ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કરાણે NYMEX ક્રૂડમાં ફ્લેટ કારોબાર સાથે 73 ડૉલરની ઉપર કામકાજ જોવા મળી રહ્યું છે. આ સાથે જ OPECમાંથી અંગોલાના બહાર નીકળવાથી પણ ચિંતા બનતી દેખાઈ રહી છે.

નેચરલ ગેસમાં સ્થાનિક બજારમાં લગભગ 3 ટકાનો ઘટાડો આવતા કિંમતો 201ના સ્તરની આસપાસ કામકાજ જોવા મળી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો