Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા ભાવ સાડા ત્રણ ટકાથી વધારે વધીને 219ના સ્તરની ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2023 પર 6:34 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

યૂએસ મોંઘવારીના આંકડા જાહેર થતા પહેલા સોનાની ચમક ઘટતી દેખાઈ, અહીં કોમેક્સ પર ભાવ 1928 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર સાથે 58,645ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે.

ચાંદીમાં પણ ફ્લેટ ટે નેગેટીવ કારોબાર રહ્યો, અહીં વૈશ્વિક બજારમાં ભાવ 23 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 71,193ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં શરૂઆતી તેજી ઓછી થતા બ્રેન્ટના ભાવ 78 ડૉલરની નીચે આવતા દેખાયા, તો NYMEX ક્રૂડમાં આશરે અડધા ટકાથી વધુના ઘટાડા સાથે 74 ડૉલરની નીચે કિંમતો પહોંચતી જોવા મળી, અહીં OPEC+ દ્વારા સપ્લાય કાપના કારણે કિંમતોને નીચલા સ્તરેથી સોપોર્ટ મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં નેચરલ ગેસની કિંમતોમાં રિકવરી આવતા ભાવ સાડા ત્રણ ટકાથી વધારે વધીને 219ના સ્તરની ઉપર પહોંચતા દેખાઈ રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો