Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબાર

અમેરિકામાં હવામાન ગરમ રહેવાની આશંકાએ ACની માગ વધી શકે અને પરિણામે નેચરલ ગેસની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. અહીં સ્થાનિક બજારમાં ભાવ આશરે 3 ટકાથી વધુ વધીને 227ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળી રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 26, 2023 પર 6:52 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નબળાઈ સાથે કારોબાર, ક્રૂડમાં રિકવરી સાથે કારોબાર

કિંમતો નીચલા સ્તરેથી 1,910 પ્રતિ ઔંસના સ્તરેથી વધી રહી છે. નબળા પીએમઆઈ આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે. BoE, BoC, ECB, રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા તરફથી દરમાં વધારો થયો છે. ગત સપ્તાહે કિંમતો 2 ટકા ઘટતી દેખાઈ છે. 3 મહીનાના નિચલા સ્તર પર પહોંચી કિંમતો. કોમેકેસ પર 1930 ડૉલર નીચે કારોબાર છે. 22 જૂને 1913 સુધી કિંમતો પહોંચી હતી. એમસીએક્સ પર 58,500 સુધી પહોંચ્યા ભાવ છે. એમસીએક્સ પર 11 દિવસથી કિંમતો 60000 નીચે છે. રશિયામાં બળવાનો સંકટ ટળતા કિંમતોને મળ્યો સપોર્ટ મળ્યો છે. વેગનર જૂથની સેના પીછેહઠ કરી, બેલારુસે કરાર કર્યો છે.

ડૉલર ઇન્ડેક્સમાં નરમાશના કારણે LME પર મોટાભાગની મેટલ્સમાં મજબૂતી જોવા મળી, અહીં ચાઈના નબળા મેન્યુફેક્ટરિંગ PMI આંકડાઓના કારણે કિંમતોને સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, તે સાથે જ બજારની નજર હવે યૂએસના જાન્યુઆરી-માર્ચના જીડીપી માટે ત્રીજા અનુમાન પર નજર છે. તો સ્થાનિક બજારમાં પણ મેટલ્સમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે.

રશિયા તરફથી તણાવ વધતા સપ્લાયની ચિંતાએ ક્રૂડ ઓઈલમાં નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી, અહીં બ્રેન્ટની કિંમતો 75 ડૉલરની પાસે પહોંચી હતી, જોકે ત્યાંથી કિંમતો ઘટીને 74 ડૉલરની પાસે આવતી દેખાઈ, પણ ફ્લેટ ટૂ પોઝિટીવ કામકાજ થઈ રહ્યું છે, તો NYMEX ક્રૂડમાં પણ સારી રિકવરી રહી, જેમાં કિંમતો 69 ડૉલરના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે OPEC+ના ઉત્પાદન કાપ બાદ વૈશ્વિક ઓઈલ પુરવઠો 4.16 mbpd જેટલો ઘટ્યો છે, તેમાં પણ સાઉદી અરેબિયાએ 2.5 mbpd ઉત્પાદન કાપ કર્યો છે, અને હવે રશિયામાં ચિંતા સપ્લાયમાં વિક્ષેપ વધારી શકે, જેની કિંમતો પર અસર દેખાઈ રહી છે.

અમેરિકામાં હવામાન ગરમ રહેવાની આશંકાએ ACની માગ વધી શકે અને પરિણામે નેચરલ ગેસની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. અહીં સ્થાનિક બજારમાં ભાવ આશરે 3 ટકાથી વધુ વધીને 227ના સ્તરની આસપાસ પહોંચતા જોવા મળી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો