Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

ચાંદીના કારોબારમાં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે સાડા 24 ડૉલરની ઉપર રહેતી દેખાઈ હતી, સ્થાનિક બજારમાં થોડી નેગેટિવિટી સાથે 75992ના સ્તરની આસપાસ કિંમતો રહેતી દેખાઈ રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Aug 31, 2023 પર 6:42 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ફ્લેટ કારોબાર, ક્રૂડમાં વધારા સાથે કારોબાર

સોનાના કારોબાર પર નજર કરીએ તો, સોનામાં ફ્લેટ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર મામૂલી દબાણ સાથે કિંમતો 1971 ડૉલર આસપાસ પહોંચતી જોવા મળી તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝીટીવ કારોબાર જોવા મળ્યો. ગ્લોબલ અર્થતંત્રના નબળા આર્થિક આંકડાઓના કારણે સોનામાં સેફ હેવન બાઈંગના કારણે સોનામાં ઉત્તાર-ચઢાવનો કારોબાર જોવા મળ્યો.

ચાંદીના કારોબારમાં વૈશ્વિક બજારમાં કિંમતો આશરે સાડા 24 ડૉલરની ઉપર રહેતી દેખાઈ હતી, સ્થાનિક બજારમાં થોડી નેગેટિવિટી સાથે 75992ના સ્તરની આસપાસ કિંમતો રહેતી દેખાઈ રહી છે.

ક્રૂડની તેજી આગળ વધતા બ્રેન્ટમાં 85 ડૉલરના સ્તરની ઉપર કારોબાર નોંધાયો, તો NYMEX ક્રૂડમાં પોણા ટકાની પોઝિટીવ સંકેતો સાથે 82 ડૉલરના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. સ્થાનિક બજારમાં ક્રૂડ લાલ નિશાનમાં કારોબાર કરતું જોવા મળ્યું. US અને ચાઈના તરફથી અનુમાન કરતા નબળા આર્થિક આંકડાઓના કારણે ક્રૂડની કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે.

બેઝ મેટલ્સ તરફથી આજે મિશ્ર સંકેતો મળી રહ્યા છે, જ્યાં અનુમાન કરતા નબળા USના આર્થિક આંકડાઓના કારણે LME પર કોપરની કિંમતો ઘટતી દેખાઈ, પણ સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં લેડ અને એલ્યુમિનિયમમાં પોઝિટીવ કારોબાર રહ્યો, જ્યારે કોપર અને ઝિંક લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો