Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં વધાર સાથે કારોબાર

નેચરલ ગેસમાં શરૂઆતી કારબોરથી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જો કે કિંમતોમાં મામૂલી રિકવરી જોવા મળી. ત્યારે સ્થાનિક બજારમાં અઢી ટકાના દબાણ સાથે કિંમતો 224 આસપાસ પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jul 03, 2023 પર 5:41 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં વધાર સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં વધાર સાથે કારોબાર

સોનાનો કારોબારમાં નરમાશ યથાવત્ જોવા મળ્યો. જ્યાં નબળા ડૉલરના કારણે કોમેક્સ પર સોનામાં અડધા ટકા આસપાસની નરમાશ સાથે કિંમતો 1921 ડૉલર જોવા મળી. જ્યારે સ્થાનિક બજારમાં પા ટકાની નરમાશ જોવા મળી. બજારની નજર હવે જૂન મહિનાના USના આવનાર મેન્યુફેક્ચરિંગ આંકડાઓ પર બનેલી છે.

ચાંદીમાં પણ ફ્લેટ કામકાજ થઈ રહ્યું છે, અહીં વૈશ્વિક બજારમાં ભાવ આ સપ્તાહની શરૂઆતમાં પણ 23 ડૉલરની પાસે રહ્યા, તો સ્થાનિક બજારમાં 70007ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

NYMEX અને એશિયન ટ્રેડમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં નોંધાયો સુધારો, USમાં કન્ઝ્યુમર ઇન્ફ્લેશનના આંકડા નબળા રહેતા હવે વ્યાજ દર ઓછા વધે તેવી આશાએ કિંમતોને સપોર્ટ મળતો દેખાયો, તો બ્રેન્ટમાં 75 ડૉલરની ઉપર કિંમતો યથાવત્ રહેતી જોવા મળી, આ સપ્તાહે OPECની બેઠક પણ થવાની છે, જેમાં ઉત્પાદનને લઈએનો તો કોઈ ચર્ચા નહીં થાય પણ તેમ છતા માર્કેટની નજર આ બેઠક પર બનેલી છે.

ત્યારે નેચરલ ગેસમાં શરૂઆતી કારબોરથી દબાણ યથાવત્ જોવા મળી રહ્યું છે. જો કે કિંમતોમાં મામૂલી રિકવરી જોવા મળી. ત્યારે સ્થાનિક બજારમાં અઢી ટકાના દબાણ સાથે કિંમતો 224 આસપાસ પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો