Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

નેચરલ ગેસમાં પણ ઉત્તાર-ચઢાવનો કારોબાર જોવા મળ્યો. જ્યાં નેચરલ ગેસમાં શરૂઆતી દબાણ બાદ પોણા ટકાની તેજી જોવા મળી. નેચરલ ગેસની કિંમતો 194 આસપાસ પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jun 15, 2023 પર 6:02 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં ઘટાડા સાથે કારોબાર, ક્રૂડમાં ઘટાડા સાથે કારોબાર

ફેડ દ્વારા આ વર્ષે હજી 2 વાર વ્યાજ દર વધારાના સંકેતો અપાતા સોનામાં નરમાશ જોના મળી, જ્યાં કોમેક્સ પર ભાવ 1933ના સ્તરની પાસે પહોંચતા દેખાયા, તો સ્થાનિક બજારમાં પણ લગભગ પોણા ટકાથી વધુનું દબાણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ કોમેક્સ પર ઓગસ્ટ વાયદો માર્ચ બાદથી સૌથી નીચલા સ્તરે પહોંચતો દેખાયો. તો બીજી બાજું સરકારે 2023-24 માટે સૉવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની જાહેરાત કરી દીધી છે, ગોલ્ડ બોન્ડનો પહેલો તબક્કો 19-23 જૂન વચ્ચે રહેશે, તો બીજો તબક્કો 11-15 સપ્ટેમ્બરની વચ્ચે રહેશે અને સ્કીમમાં વાર્ષિક 2.50 ટકાનું વ્યાજ મળશે.

ચાંદીમાં પણ દબાણ વધતું દેખાયું, અહીં વૈશ્વિક બજારમાં કિંમતો 23 ડૉલરની નજીક આવતી દેખાઈ, તો સ્થાનિક બજારમાં પણ બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઈલમાં ચાઈના તરફથી નબળા આર્થિક આંકડા અને USમાં ઇન્વેન્ટરીના વધથી શરૂઆતી કારોબારમા દબાણ બનતુ જોવા મળ્યું હતું. જે બાદ ક્રૂડમાં નીચેના સ્તરેથી રીકવરીનો કારોબાર જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં અડધા ટકાની તેજી સાથે કિંમતો 5728 આસપાસ પહોંચતી જોવા મળી. તો બ્રેન્ટમાં એક ટકા ઉપરની તેજી સાથે ફરી કિંમતો 74 ડૉલર પાર જતી જોવા મળી તો NYMEXમાં પણ એક ટકાની તેજી જોવા મળી.

નેચરલ ગેસમાં પણ ઉત્તાર-ચઢાવનો કારોબાર જોવા મળ્યો. જ્યાં નેચરલ ગેસમાં શરૂઆતી દબાણ બાદ પોણા ટકાની તેજી જોવા મળી. નેચરલ ગેસની કિંમતો 194 આસપાસ પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો