Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે કારોબાર

ત્યારે સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારની તેજી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં એક ટકા ઉપરની તેજી સાથે 248 આસપાસ કિંમતો જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Oct 04, 2023 પર 6:49 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં નીચલા સ્તરેથી રિકવરી સાથે કારોબાર

મજબૂત ડૉલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડના કારણે સોનાની કિંમતો પર દબાણ યથાવત્ છે, જ્યાં કોમેક્સ પર ભાવ 1839 ડૉલરના સ્તરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં 56,841ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે.

ચાંદીમાં પણ ગઈકાલનું દબાણ યથાવત્ રહેતા વૈશ્વિક બજાર અડધા ટકાના ઘટાડા સાથે ભાવ 21 ડૉલરની પાસે પહોંચ્યા, તો સ્થાનિક બજારમાં પણ પા ટકાની નરમાશ જોવા મળી રહી છે.

સપ્લાય ઓછી થવાની આશંકાએ ક્રૂડની કિંમતોમાં ફરી એકવાર નીચલા સ્તરેથી રિકવરી જોવા મળી રહી છે, જ્યાં બ્રેન્ટમાં 90 ડૉલરની નીચે કારોબાર રહ્યો, તો nymex ક્રૂડમાં 88 ડૉલરની નીચે કિંમતો પહોંચતી જોવા મળી રહી છે. પણ સ્થાનિક બજારમાં આશરે દોઢ ટકાથી વધુની નરમાશ જોવા મળી. આ સાથે જ APIનાં આંકડા મુજબ ગત સપ્તાહે USમાં ઇન્વેન્ટરી 4.2 મિલિયન bblથી ઘટી છે, સાથે જ બજારની નજર હવે OPEC+ની બેઠક પર બનેલી છે.

ત્યારે સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં શરૂઆતી કારોબારની તેજી યથાવત્ જોવા મળી રહી છે. જ્યાં એક ટકા ઉપરની તેજી સાથે 248 આસપાસ કિંમતો જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો