સોનામાં રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર સોનું મામૂલી તેજી સાથે 1961 ની આસપાસ કારોબાર કરતું જોવા મળ્યું. તો સ્થાનિક બજારમાં સોનામાં મામૂલી દબાણ જોવા મળ્યું.


સોનામાં રેન્જબાઉન્ડ કારોબાર જોવા મળ્યો. જ્યાં કોમેક્સ પર સોનું મામૂલી તેજી સાથે 1961 ની આસપાસ કારોબાર કરતું જોવા મળ્યું. તો સ્થાનિક બજારમાં સોનામાં મામૂલી દબાણ જોવા મળ્યું.
તો ચાંદીમાં તેજીનો કારોબાર જોવા મળ્યો. સ્થાનિક બજારમાં ચાંદીમાં અડધા ટકાની તેજી જોવા મળી. જ્યારે વૈશ્વિક બજારમાં એક ટકા ઉપરની તેજી જોવા મળી.
ક્રૂડ ઓઈલના કારોબારમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો. જ્યાં બ્રેન્ટના ભાવ 77 ડૉલર ઉપર જોવા મળ્યા તો NYMEX 73 ડૉલર ઉપર કારોબાર કરતું જોવા મળ્યું. આ ઉપરાંત સ્થાનિક બજારમાં ક્રૂડની કિંમતો અડધા ટકાની તેજી સાથે 6043 આસપાસ પહોંચતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે US ઈન્વેન્ટરીમાં ઘટાડાથી ક્રૂડની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે.
તો નેચરલ ગેસમાં પણ ખરીદીનો માહોલ જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં કિંતમો પોણા ટકાની તેજી સાથે 193 પર પહોંચતી જોવા મળી.
તો નબળા ચાઈનાના ટ્રેડ ડેટાના કારણે મેટલ્સમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. જ્યાં એલ્યુમિનિયમમાં પા ટકાની તેજી જોવા મળી. તો બાકી મેટલ્સમાં વેચવાલીનો કારોબાર જોવા મળ્યો. જ્યાં લેડ અને ઝિંકમાં પા ટકાનું દબાણ બનતું જોવા મળ્યું. ઉલ્લેખનીય છે કે ચીનની આયત ઘટતા અને ચીનમાં કોપરનો સરપ્લસ વેપાર ઘટતા કોપરમાં પણ મામૂલી દબાણ બનતું જોવા મળ્યું.
વાત કરીએ એગ્રી કૉમોડિટીની તો, ગઈકાલની તેજી બાદ મસાલા પેકમાં મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જ્યાં જીરામાં તેજી યથાવત્ જોવા મળી રહી છે. તો ધાણા અને હળદરમાં વેચવાલીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે એરંડા અને ઈસબગુલમાં દોઢ ટકા આસપાસની તેજીનો કારોબાર જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ગુવાર પેક લાલા નીશાનમાં કારોબાર કરતુ જોવા મળી રહ્યું છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.