Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાની તેજી સાથે 200 આસપાસ પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Dec 20, 2023 પર 6:34 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં નરમાશ સાથે કારોબાર, ક્રૂડમાં મજબૂતી સાથે કારોબાર

સોનાનો કારોબારમાં ફરી ઉપરના સ્તરેથી દબાણ બનતુ જોવા મળી રહ્યું છે. જ્યાં કોમેક્સ પર કિંમતો 2050 ડૉલરની નીચે આવતી જોવા મળી રહી છે. તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યું છે.

સોનાના પગલે ચાંદીમાં પણ દબાણ આવતુ જોવા મળી રહ્યું છે. જ્યાં વૈશ્વિક બજારમાં 24 ડૉલર પર કારોબાર યથાવત્ જોવા મળ્યો. તો સ્થાનિક બજારમાં પણ વેચવાલી સાથેનો કારોબાર નોંધાયો.

ક્રૂડ ઓઈલમાં શરૂઆતી કારોબારના દબાણ પર રોક લાગતી જોવા મળી. જ્યાં બ્રેન્ટની કિંમતો 80 ડૉલરને પાર જોવા મળી રહી છે. તો NYMEXમાં 74 ડૉલરને પાર કારોબાર જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક બજારમાં પણ નીચેના સ્તરે થી રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ભૌગોલીક તણાવને કારણે ક્રૂડમાં તેજી આવી હતી. જે બાદ રશિયાના 50,000 bpd વધારાના એક્સપોર્ટની કટની જાહેરાત બાદ ક્રૂડમાં ઉતાર-ચઢાવનો કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો અડધા ટકાની તેજી સાથે 200 આસપાસ પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો