Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નરમાશ સાથે કારોબાર

નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો સાડા ચાર ટકાની તેજી સાથે 210 પાસે પહોંચતી જોવા મળી હતી.

MoneyControl Newsઅપડેટેડ Dec 27, 2023 પર 6:25 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નરમાશ સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં મજબૂતી સાથે કારોબાર, ક્રૂડમાં નરમાશ સાથે કારોબાર

સોનાની ચમક આજે પણ યથાવત્ રહેતી દેખાઈ, જ્યાં કોમેક્સ પર સોનું 2076ના સ્તરની પાસે પહોંચ્યું, તો સ્થાનિક બજારમાં 63,285ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે US ડૉલર અને બોન્ડ યીલ્ડમાં ઘટાડો અને સેન્ટ્રલ બેન્કો તરફથી વ્યાજ દરમાં કાપની આશાએ સોનાને સપોર્ટ મળી રહ્યો છે.

સોના સાથે ચાંદીમાં પણ સારી ખરીદદારી જોવા મળી, જ્યાં વૈશ્વિક બજારમાં ભાવ 24 ડૉલરની ઉપર સ્થિર છે, તો સ્થાનિક બજારમાં ફ્લેટ કારોબાર સાથે કિંમતો 74842 પર પહોંચતી જોવા મળી.

ક્રૂડ ઓઈલમાં સતત વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટના ભાવ ગઈકાલે રાતોરાત 2 ટકા વધીને 81 ડૉલરની ઉપર પહોંચતા દેખાય હતી જે બાદ આજે શરૂઆતી કારોબારથી ક્રૂડના કારોબારમાં નરમાશ આવતી જોવા મળી છે ત્યારે બ્રેન્ટની કિંમતો 81 ડૉલર નીચે આવતી જોવા મળી, તો બીજી તરફ નબળા ડૉલર અને US તરફથી ઓઈલની ખરીદદારીના કારણે NYMEX ક્રૂડમાં નરમાશ રહી, વાસ્તવમાં USના એનર્જી ડિપાર્ટમેન્ટના કહેવા મુજબ, USએ ટેક્સાસની સાઇટ પર ડિલિવરી માટે $77.31 પ્રતિ bbl ઓઈલની ખરીદી કરી છે જેની અસર પણ કિંમતો પર દેખાઈ રહી છે.

નેચરલ ગેસમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો. જ્યાં સ્થાનિક બજારમાં કિંમતો સાડા ચાર ટકાની તેજી સાથે 210 પાસે પહોંચતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે બદલકા વાતાવરણના કારણે નેચરલ ગેસમાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો