Get App

કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વોલેટાઈલ સાથે કારોબાર, ક્રૂડમાં મિશ્ર સાથે કારોબાર

ક્રૂડ સાથે નેચરલ ગેસ પણ દિવસના અંતે લીલા નિશાન સાથે બંધ થતું જોવા મળ્યું. સ્થાનિક બજારમાં કિંમતો એક ટકાની તેજી સાથે 220 પર પહોંચતી જોવા મળી.

MoneyControl Newsઅપડેટેડ Jun 20, 2023 પર 6:17 PM
કોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વોલેટાઈલ સાથે કારોબાર, ક્રૂડમાં મિશ્ર સાથે કારોબારકોમોડિટી બજાર: સોના-ચાંદીમાં વોલેટાઈલ સાથે કારોબાર, ક્રૂડમાં મિશ્ર સાથે કારોબાર

સેફ હેવન માગ નબળી પડતા સોનાની કિંમતોમાં વોલેટાઈલ કારોબાર રહ્યો, અહીં કોમેક્સ પર 1963 ડૉલરના સ્તરની પાસે કારોબાર જોવા મળી રહ્યો છે, તો સ્થાનિક બજારમાં 59,292 રૂપિયાના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. આ સાથે જ સોના પર ક્રિસિલનો રિપોર્ટ જાહેર થયો છે, જે મુજબ FY23માં જ્વેલરીની આવક વધવાની આશા બની રહી છે.

ત્યારે ચાંદીમાં વેચવાલીનો કારોબાર યથાવત્ જોવા મળ્યો. સ્થાનિક બજારમાં અડધા ટકા નીચે દબાણ સાથે કિંમતો 72140 આસપાસ પહોંચતી જોવા મળી. તો વૈશ્વિક બજારમાં 24 ડૉલર નીચેના કારોબાર સાથે એક ટકાનું દબાણ જોવા મળ્યું.

ક્રૂડ ઓઈલમાં મિશ્ર કારોબારનો દોર યથાવત્ જોવા મળી રહ્યો છે પણ NYMEX ક્રૂડમાં નીચેના સ્તરથી રીકવરી સાથે કારોબાર જોવા મળ્યો જ્યાં હાલ NYMEX ક્રૂડમાં ફ્લેટ ટૂ નેગેટીવ કારોબાર જોવા મળ્યો. તો બ્રેન્ટ 76 ડૉલર ઉપરના સ્તર જાળવી રાખવામાં સફળ રહ્યું છે. જ્યારે સ્થાનિક બજારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ કિંમતોને સુધતી જોવા મળી. જ્યાં કિંમતો એક ટકાની તેજી સાથે 5924 પર પહોંચતી જોવા મળી. ઉલ્લેખનીય છે કે ઇરાન તરફથી ઓઈલ આઉટપુટ અને એક્સપોર્ટ વધતા ક્રૂડની કિંમતોને થોડો ઘણો સપોર્ટ મળી રહ્યો છે.

ક્રૂડ સાથે નેચરલ ગેસ પણ દિવસના અંતે લીલા નિશાન સાથે બંધ થતું જોવા મળ્યું. સ્થાનિક બજારમાં કિંમતો એક ટકાની તેજી સાથે 220 પર પહોંચતી જોવા મળી.

બધા સમાચાર

+ વધુુ વાંચો