Get App

કમોડિટી લાઈવ: ક્રૂડમાં રિકવરી સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શન

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 189ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

MoneyControl Newsઅપડેટેડ Jun 13, 2023 પર 11:41 AM
કમોડિટી લાઈવ: ક્રૂડમાં રિકવરી સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શનકમોડિટી લાઈવ: ક્રૂડમાં રિકવરી સાથેનો કારોબાર, સોના-ચાંદીમાં પોઝિટીવ એક્શન

યૂએસ મોંઘવારીનાં આંકડા પહેલા સોનાની કિંમતોમાં રિકવરી જોવા મળી, જ્યાં કોમેક્સ પર ભાવ 1961.69ના સ્તરની આસપાસ પહોંચતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં 59,800ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે.

ચાંદીમાં પણ રિકવરી સાથેનો કારોબાર જોવા મળ્યો, જ્યાં વૈશ્વિક બજારમાં આશરે પા ટકાની મજબૂતી જોવા મળી, તો સ્થાનિક બજારમાં 73,318ના સ્તરની આસપાસ કિંમતો પહોંચી જોવા મળી રહી છે.

ક્રૂડ ઓઈલમાં વોલેટાઈલ કારોબાર જોવા મળ્યો, જ્યાં બ્રેન્ટમાં આશરે 4 ટકા કિંમતો તૂટીને 72 ડૉલરની પાસે પહોંચતી જોવા મળી, પણ ડૉલર ઇન્ડેક્સમાં દબાણના કારણે NYMEX ક્રૂડમાં પા ટકાથી વધુની તેજી જોવા મળી રહી છે. ઉલ્લેખનિય છે કે વધુ ગ્લોબલ સપ્લાય સામે ચાઈના તરફથી માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં દબાણ સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે.

સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં અડધા ટકાથી વધુની તેજી સાથે 189ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો